પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

સાસણ તથા આસપાસના વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાસણ ખાતે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

એશિયાટિક સિંહ માટે વિશ્વ પ્રસિદ્ધ સાસણ આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર છે અહિં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશ-વિદેશથી આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા સાસણને પોલીસ સ્ટેશનની સુવિધા આપવામાં આવતા વિસ્તારના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ નજીકથી અને ઝડપી મળી રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવા તેમજ કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં પોલીસ દ્વારા ઝડપી કામગીરી કરવામાં આ પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ તકે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા તથા સાસણના સરપંચ, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment