માંગરોળ શેણલ માતાજીના મંદિરે દર્શનાર્થીઓ જીલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્ર મુજબ દર્શન કરી ધન્યતા અનુભવી

થરાદ,

વર્તમાન સમયમાં કોરોના વાયરસ કહેર ધમધમતો જોવા મળી રહ્યો છે ત્યારે થરાદના માંગરોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શેણલ માતાજીના મંદિરે બનાસકાંઠા જીલ્લા કલેકટરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અનુસાર માસ્ક પહેરીને માઈભક્તોએ દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી, જોકે અજવાળી ચૌદશ હોઈ માતાજીના ભક્તો કોરોનાથી સાવચેતીના ભાગરૂપે પરિપત્ર મુજબ દર્શન કરીને માઁ શેણલના દર્શન કર્યા હતા.

બનાસકાંઠા જીલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્ર મુજબ માસ્ક ફરજીયાત પહેરવાના નિયમનું પાલન થાય તે માટેની સતા પોલીસને સોંપાઈ હોઈ માંગરોળ ખાતે શેણલ માતાજીના મંદિરે ઉમટેલ માઈભક્તો જો માસ્ક પહેર્યા વિના જણાય તો પોલીસ પણ સક્રિય બની માસ્ક ન પહેરતા લોકોની સામે લાલ આંખ કરી દંડ ફટકારતા જાહેર કરેલ ગાઇડલાઇનના પરિપત્રનું પાલન થયું હતું, તેમજ લોકો પણ હવે કોરોનાની ગંભીરતા દાખવી કોરોનાથી સાવચેતી રાખવાની તકેદારી લેતા હોવાનું જણાઈ રહ્યું હોઈ માઈભક્તો માસ્ક સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

 

Related posts

Leave a Comment