જાંબુડા ગામે વર્ષો જુનું શ્રી ચાપ બાઈ માતાના મંદિરે આજે પણ ચમત્કાર જોવા મળી રહયા છે 

જાંબુડા,

જાંબુડા ગામે વર્ષો પહેલા નું શ્રી ચાપ બાઈ માતાજીનું મંદિર છે. માતાજી ગઢવી પરિવારના માતાજી તરીકે પૂજનીય છે. અને જાંબુડા ગામ પણ વર્ષો પહેલા નું જૂનું ગામ છે. આ મંદિરમાં છેલ્લા વીસેક વર્ષ થી માતાજીના મંદિર ની ધ્વજા ઉપર દરરોજ એક રાષ્ટ્રીય પક્ષી મોર માતાજીની સાંજ ના સમયે અને વહેલી સવારે માતાજી ની આરતી ના સમય થાય ત્યારે મોર નો ટહુકો કરવામાં આવે છે ત્યારે બાદ તરત જ માતાજીના મંદિર ના પૂજારી દ્વારા માતાજીની આરતી કરવાની શરૂ થાય છે. અને પુરી થઈ ગયા બાદ પણ મોર આખી રાત અને વહેલી સવાર સુધી ત્યાં જ રહે છે. અને સવારે પણ માતાજીની આરતીનો લાભ લઈ છે. અને મોર અને માણસ વચ્ચે એક આત્મીયતા ના સબંધ હોય તેવીજ રીતે મોર પણ બધા ની સાથે હળી મળીને રહેવા લાગ્યા છે. અને ગત વર્ષે ચોમાસુ દરમ્યાન ગાજવીજ કડાકા ભડાકા વચ્ચે આકાશી વીજળી મંદિર ઉપર પડી હતી તે સમયે ત્યાં મંદિરની ધ્વજા ઉપર બેઠેલો મોર ઉપર પડતા મોર નું મોત થયુ હતું.

 

અને મંદિરના પૂજારી એ ગ્રામજનોને બોલ્યા હતા. અને ત્યારબાદ ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી. તેઓ પણ જાંબુડા મંદિરે પહોંચી ગયા હતા. અને ગ્રામજનો ધ્વારા ફોરેસ્ટ ના અધિકારીઓ ને એવું જણાવ્યું કે આ મોરને અમારે વિધિ વત ની કાર્યવાહી કરી ને તેમના આત્માને શાંતિ મળે તે કરવા ની ગ્રામજનોએ રજુઆત કરી હતી. ત્યારે ફોરેસ્ટ અધિકારીઓ એ વાતમાં સાથે મળી ને ગ્રામજનોએ મોરની ચંદન ના લાકડા અને શુદ્ધ ઘી સાથે મોર ની અંતિમ વિધિ કરેલ છે. અને તેમના અગિયાર દિવસ બાદ ગ્રામજનોએ બધા સાથે મળી ને ગામના તમામ બાળકો નું બટુક ભોજન પણ કરીને મોર ને અંતિમ સંસ્કાર અને વિધિવત કાર્યક્રમ કરીને ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી.

અને જે દિવસે મોરે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારે જ તરતજ તે જગ્યાએ બીજો મોર ત્યાં આવીને બેસી ગયો હતો. અને એ મોર હાલમાં પણ ત્યાં જ જે પહેલા મોરની જેમ જ બધા ની સાથે હળીમળીને રહે છે.

 

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment