હિન્દ ન્યુઝ, રાજકોટ તારીખ ૨૭ એપ્રિલ રવિવારના રોજ ગાંધીધામ ખાતે “હાલ્લો ગુજરાત સીઝન-૭” નું ઓડીશન રાખેલ છે. જેમાં જજ તરીકે ડાન્સ ઈન્ડીયા ડાન્સ ના વિજેતા ટાઈગર પોપ અને મરાઠી ફિલ્મના કોરિયોગ્રાફર રોશન માડકરે નિર્ણાયક તરીકે રહેશે. સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ-જામનગર-ભાવનગર-પોરબંદર-કચ્છ-મોરબી જિલ્લાના બાળકો આ ઓડિશનમાં ભાગ લેશે. પુજા હોબી સેન્ટરના અને પોદાર પ્રેપ અક્ષર માર્ગના આ બાળકો જેમાં સિમરન તંતી, આસ્થા અમીપરા, રાહી નાગવેકર, ફલક પારેખ, શિખા પાબારી, ધ્યાના ગઢીયા, દર્શિતા જાની, પ્રેમ ગાંધી, મીત ગાંધી, મહમદ ઝૈદ લખાખાન, વિવાન માંડલિયા, પરમ ઠકરાર, ધ્યાંશ કુંડલીયા, વત્સ કુંડલીયા, ધ્યેય…
Read MoreDay: April 21, 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલયના ૨૯માં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ડી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreઆરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી જામનગરની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી અને કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ અને ગુરુ ગોવિંદસિંધ હોસ્પીટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ હોસ્પીટલના વિવિધ વિભાગો, પથારીઓની સંખ્યા, માનવબળ, મહેકમ, હોસ્પિટલની સિદ્ધિઓ, એકેડેમીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી / સેફ્ટી, સાધનો, વિવિધ પ્રોગ્રામો, દવાઓની વિગત, સુપર સ્પેશિયાલિટી સેવાઓ, બિલ્ડીંગની વિગતો જેમાં ઓપેડી બિલ્ડીંગ, ૨૦૦બેડ બિલ્ડીંગ, ટ્રોમા બિલ્ડીંગ, ૭૦૦બેડ બિલ્ડીંગ, સર્જરી, ગાયનેક, આઈ.સી.યુ. અને અન્ય આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિગતો…
Read Moreરાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ, શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો શહેરી વિકાસ વર્ષ-2025માં વધુ એક મહત્વ પૂર્ણ અભિગમ
હિન્દન્યુઝ, બોટાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ના વિઝનથી વિકસિત ભારત@2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું…
Read Moreભૂતકાળથી ભવિષ્ય સુધી..કેમ કે… પૃથ્વી બચશે તો જ આપણું ભવિષ્ય બચશે
હિન્દ ન્યુઝ, બોટાદ આપણી આકાશગંગામાં ઘણાં બધાં ગ્રહો છે, પરંતુ જીવન ફક્ત એક જ ગ્રહ પર છે અને તે છે આપણી પૃથ્વી! આજે આ પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે તેની સંભાળ ખુબ જ અગત્યની અને આવશ્યક બની છે. આપણને જીવન આપનાર જન્મદાત્રી પૃથ્વીને જીવંત રાખવા માટે સમગ્ર દુનિયામાં આજે વલ્ડૅ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી રહ્યી છે. દર વર્ષે 22 એપ્રિલનાં રોજ, વિશ્વભરનાં લોકો જુદી જુદી થીમ પર પૃથ્વી દિવસની ઉજવણી કરે છે. આ વર્ષની થીમ “Our Power is…
Read Moreબોટાદના સમઢિયાળા નં -૨ ગામે મહાત્મા ગાંધી મનરેગા યોજનાના શ્રમિકો માટે મેડિકલ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં ચાલી રહેલ “હીટ-વેવ”ની પરિસ્થિતિમાં મનરેગા યોજના હેઠળ ખુલ્લામાં કામ કરતાં શ્રમિકોનાં આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર બોટાદના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત સામૂહિક રોજગારી કામનાં સ્થળ ઉપર “હીટ-વેવ”ની પરિસ્થિતિમાં જરૂરી તમામ પગલાં અને ઉપાયો કરવા કહેવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદના સમઢિયાળા નં -૨ ગામે મહાત્મા ગાંધી મનરેગા યોજનાના શ્રમિકોનું કામનાં સ્થળ ઉપર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનાં પી.એસ.સી ઝમરાળાની ટીમ અને…
Read More“Wuthering Heights” પુસ્તક પર બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયનો રોચક બુક રીવ્યુ
હિન્દ ન્યુઝ, બોટાદ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત સરકારના અંગ્રેજી મુખપત્ર “The Gujarat”ની એપ્રિલ શ્રેણીમાં આ વખતે કર્મનિષ્ઠ અને વાંચનપ્રિય બોટાદ જિલ્લા કલેકટર શ્રી ડો. જીન્સી રોય દ્વારા લિખિત અને સંકલિત બુક રીવ્યુ પ્રકાશિત થયો છે. જિલ્લાના સર્વે નાગરિકોને સતત વાંચનની પ્રેરણા આપતા કલેક્ટરશ્રીએ An epic tale of love, loss and revenge: Wuthering Heights વિશે રિવ્યુ આલેખ્યો છે. એમિલી બ્રોન્ટેની કૃતિ પર કલેક્ટરએ ખૂબ અભિપ્રેરક અને ગહન સમીક્ષા કરી છે. આ કૃતિને આત્મીય પ્રેમ, દુખ, અને દુશ્મનાવટની…
Read Moreઆર્મીમાં અગ્નિવીર ભરતી માટે ઓનલાઇન નોંધણીની તા.25 એપ્રિલ સુધી લંબાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી સમયમાં આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી રેલીમાં અગ્નિવીર (જનરલ ડ્યુટી/ટેક્નીકલ/ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નીકલ/ટ્રેડમેન) કક્ષા પર ભરતી યોજાવાની છે, આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતાફક્ત અપરણિત પુરુષ ૧૭.૫ થી ૨૧ ઉંમરનાં ઉમેદવારે http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૧૨/૦૩/૨૦૨૫ થી ૧૦/૦૪/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવાની હતી જેની તારીખ તા.૨૫/૦૪/૨૦૨૫ સુધી લંબાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮)૨૫૫૦૩૪૬અથવા રોજગાર કચેરી બોટાદનાં ટે. નંબર ૦૨૮૪૯૨૭૧૩૧૫પર સંપર્ક કરવાં…
Read More
