હિન્દ ન્યુઝ, બોટાદ
ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી સમયમાં આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી રેલીમાં અગ્નિવીર (જનરલ ડ્યુટી/ટેક્નીકલ/ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નીકલ/ટ્રેડમેન) કક્ષા પર ભરતી યોજાવાની છે, આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતાફક્ત અપરણિત પુરુષ ૧૭.૫ થી ૨૧ ઉંમરનાં ઉમેદવારે http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૧૨/૦૩/૨૦૨૫ થી ૧૦/૦૪/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવાની હતી જેની તારીખ તા.૨૫/૦૪/૨૦૨૫ સુધી લંબાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮)૨૫૫૦૩૪૬અથવા રોજગાર કચેરી બોટાદનાં ટે. નંબર ૦૨૮૪૯૨૭૧૩૧૫પર સંપર્ક કરવાં બોટાદ જિલ્લા ઈ.ચા. રોજગાર અધિકારી દ્વારા જાણ કરવામાં આવે છે.
