પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર   જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તારીખ 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.  ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદી હુમલામાં માર્યા…

Read More

“રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ – ૨૦૨૫”

જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ “ગોબરધન પ્રોજેક્ટ” અને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કર્યાં હિન્દ ન્યુઝ, ભાવનગર   આજે 24મી એપ્રિલ,2025ના “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ” નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુએ મહુવા તાલુકાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કલસ્ટર કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ શિયાળ, નીતિનભાઈ પરમાર અને પાયલબેન મારૂનું “ગોબરધન પ્રોજેક્ટ” તેમજ વલ્લભીપુર તાલુકાના મૂળધરાઇ ગામના સરપંચ તથા તલાટીને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં‌.  આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ…

Read More

ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર અને નિ:શુલ્ક એક્સ-રે કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર   પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડ ઘોઘા ખાતે રક્તદાન શિબિર અને નિ:શુલ્ક એક્સ-રે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ચંદ્રમણી કુમાર પ્રસાદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો જીતુભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ દરમિયાન 31 બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં સર તખ્તસિંહજી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કામગીરી કરવામાં આવી હતી જ્યારે જીલ્લા ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા 31 શંકાસ્પદ ટીબી દર્દીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ પ્રયાસમાં જીલ્લા ટીબી અધિકારી ડૉ. પી.વી. રેવર તેમજ તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી…

Read More