“રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ – ૨૦૨૫”

જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ “ગોબરધન પ્રોજેક્ટ” અને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કર્યાં

હિન્દ ન્યુઝ, ભાવનગર  

આજે 24મી એપ્રિલ,2025ના “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ” નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુએ મહુવા તાલુકાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કલસ્ટર કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ શિયાળ, નીતિનભાઈ પરમાર અને પાયલબેન મારૂનું “ગોબરધન પ્રોજેક્ટ” તેમજ વલ્લભીપુર તાલુકાના મૂળધરાઇ ગામના સરપંચ તથા તલાટીને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં‌. 

આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહી ઉત્કૃષ્ટ કામગીરી કરનારને બિરદાવ્યા હતાં.

Related posts

Leave a Comment