હિન્દ ન્યુઝ, ભાવનગર અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં વિવિધ સમાજના લગ્ન યોજાતા હોય છે.ત્યારે બાળ લગ્ન અટકાવવાના આશયથી બાળ-લગ્ન પ્રતિબંધક અધિનિયમ,૨૦૦૬ અંગે વિસ્તૃત જાણકારી મેળવીએ. બાળ-લગ્ન કોને કહેવાય? જયારે કોઈ બાળકનાં લગ્ન કોઈ બાળકી સાથે થાય અથવા કોઈ પુખ્ત વયની વ્યક્તિ કોઈ બાળક સાથે લગ્ન કરે તો તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. એટલે કે જે લગ્નમાં કોઈપણ એક વ્યક્તિ અથવા બંને વ્યક્તિ બાળ હોય, તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. બાળક” કોને કહેવાય? જે છોકરાએ ૨૧ વર્ષની ઉંમર પુરી…
Read MoreDay: April 17, 2025
જામનગરમાં તા.૨૦ એપ્રિલના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર પરીક્ષાઓને લઈને કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-૨૪૦/૨૦૨૪-૨૫ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની લેખીત પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષાઓ દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. ચોરીના દુષણથી પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને…
Read Moreજામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મહેસુલી અધિકારીઓની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મહેસુલી અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જમીન શાખા, અપીલ શાખા, યુ.એલ.સી.શાખા, મહેકમ શાખા, ઈ-ધરા શાખા, વહિવટ શાખા, રજીસ્ટ્રી શાખાની કામગીરી અને પડતર કેસો તથા અને પુરવઠા કચેરીની કામગીરી વિષે ચર્ચા કરી કલેકટરએ લગત અધિકારીશ્રીઓ દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સરકારી વિભાગોને જમીન ફાળવણીના કેસોની વિગતો, જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગની અરજીઓ અને તેને લઈને થઇ રહેલી કામગીરીની વિગતો, જે તે વિભાગોની જમીન માંગણી અંગેના પ્રકરણો, તકેદારી…
Read Moreજિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરના આંગણે સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ.જેમાં વિવિધ જિલ્લાના ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લઈ પોતાનું કૌવત દાખવ્યું હતુ. આ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાંથી ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ ૬ રાઉન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કેશોદનો ક્રિષ તન્ના ચેમ્પિયન બન્યો હતો. સુરેન્દ્રનગરથી પંકજભાઈ પંચોલી તથા ચીફ આર્બીટર તરીકે જયસિંહ નેગાંધીએ સેવા આપી હતી.કાર્યક્રમના…
Read Moreનેહરૂ યુવા કેન્દ્રનું કાર્યાલય બેડેશ્વર સરકારી કોલોની ખાતે સ્થળાંતરીત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર નેહરૂ યુવા કેન્દ્ર-જામનગરનું કાર્યાલય અત્યાર સુધી ઓફીસ નં.-૪, પ્રથમ માળ, જુની આર.ટી.ઓ. કચેરી લાલ બંગલા, જામનગર-૩૬૧૦૦૧ ખાતે કાર્યરત હતુ. જે કાર્યાલયનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હવે કાર્યાલયનું નવું સરનામું મકાન નં.-૨, બ્લોક નં.-ડી-૬, બેડેશ્વર સરકારી કોલોની, વાલસુરા રોડ, જામનગર-૩૬૧૦૦૯ ખાતે રહેશે.જેની સૌએ નોંધ લેવા જિલ્લા યુવા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Read Moreઅગ્નીવીર આર્મી ભરતી રેલી માટે આગામી તા.૨૫ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
હિન્દ ન્યુઝ, જામનગર ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે.આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ, અગ્નીવીર સોલ્જર ટેકનીકલ તેમજ અગ્નીવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલની કક્ષા પર ભરતી યોજાવાની છે.આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ૧૭.૫ થી ૨૧ ઉંમરના અપરણિત પુરુષ ઉમેદવારોએ તા.૨૫/૦૪/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવાની રહશે. ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા તેમજ જન્મ તારીખ, લાયકાત અને વધુ માહિતી મેળવવા માટે www.joinindianarmy.nic.in પરથી વિગતો મેળવવા…
Read Moreશ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. જેનાં ભાગરૂપે કાલાવડ તાલુકાના બહુજન સમાજ પાર્ટી (B.S.P.) ના સચિવ અરવિંદભાઈ નાથાભાઈ સોલંકી તરફથી શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને “શિક્ષણ કિટ” નું વિતરણ કરવામાં આવ્યું. શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનાં આચાર્યશ્રી જયેશભાઈ પુંભડીયા દ્વારા ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા. ઉપસ્થિત મહેમાનો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ને પુષ્પ હાર અર્પણ કરી વિધાર્થીઓ ને શિક્ષણ કીટ આપ્યા.…
Read More

