હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મહેસુલી અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જમીન શાખા, અપીલ શાખા, યુ.એલ.સી.શાખા, મહેકમ શાખા, ઈ-ધરા શાખા, વહિવટ શાખા, રજીસ્ટ્રી શાખાની કામગીરી અને પડતર કેસો તથા અને પુરવઠા કચેરીની કામગીરી વિષે ચર્ચા કરી કલેકટરએ લગત અધિકારીશ્રીઓ દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સરકારી વિભાગોને જમીન ફાળવણીના કેસોની વિગતો, જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગની અરજીઓ અને તેને લઈને થઇ રહેલી કામગીરીની વિગતો, જે તે વિભાગોની જમીન માંગણી અંગેના પ્રકરણો, તકેદારી આયોગના બાકી રેફરન્સના કેસો, મામલતદારઓની કામગીરી અંગેની વિગતો, સરકારી જમીનની ચકાસણી, સરકારી લ્હેણાની વસુલાતની સમીક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરએ પડતર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ આવે સકારાત્મક દિશામાં આયોજનબદ્ધ કામગીરી કરવા મહેસુલી અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ જે તે કચેરીઓને રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવા સુચન આપ્યું હતું. તથા કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું. અને રેશનકાર્ડ EKYCની પ્રક્રિયા વેગવંતી બનાવવા કલેકટરએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.
