હિન્દ ન્યુઝ, જામનગર
ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે.આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ, અગ્નીવીર સોલ્જર ટેકનીકલ તેમજ અગ્નીવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલની કક્ષા પર ભરતી યોજાવાની છે.આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ૧૭.૫ થી ૨૧ ઉંમરના અપરણિત પુરુષ ઉમેદવારોએ તા.૨૫/૦૪/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવાની રહશે. ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા તેમજ જન્મ તારીખ, લાયકાત અને વધુ માહિતી મેળવવા માટે www.joinindianarmy.nic.in પરથી વિગતો મેળવવા જિલ્લા રોજગાર અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
