“બોટાદ ખાતે કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો

   તા. 15-04-2025 પ્રેસ નોટ- 277 હિન્દ ન્યુઝ, બોટાદ                વર્તમાન ટેકનોલોજીના યુગમા દેશમાં દરેક ક્ષેત્રે રોજિંદા ધોરણે અવનવા સંશોધનો થઇ રહ્યા છે તથા AI ના યુગમાં મોબાઇલ ફોનની પહોંચ દેશના લગભગ દરેક વ્યક્તિનાં હાથવગી થઇ રહી છે ત્યારે કૃષિક્ષેત્ર પણ અન્ય ક્ષેત્રો સાથે કદમતાલ મિલાવી રહ્યુ છે. ગુજરાત રાજ્યનાં ખેડુતોએ હાલપર્યંત સુધી મશીનરી ક્ષેત્રે થયેલ પ્રગતિને ખુલ્લા હાથે અપનાવી છે, પરંતુ ગુજરાત રાજ્ય ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલુ હોઇ વારંવાર થતી કુદરતી આફતો સામે ખેડુતો લાચાર હતા. જેને સરકારે ખુબ જ ગંભીરતાથી લઇ ત્વરાથી…

Read More

બોટાદ જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસાથી બચાવવા FMD રસીકરણ ૩૦-૦૪-૨૦૨૫ સુધી કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ      નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી શરૂ છે. જે ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવશે,જે અંતર્ગત બોટાદ જિલ્લાનાં પશુપાલન વિભાગ દ્વારા બોટાદના લાઠીદડ, રોજીદ, બરવાળા, ખોખરનેસ રાણપુર, રાજપરા રાણપુર,વનાળી ગઢડા, નાની વાવડી રાણપુર, રતનપરના ગામોમાં પશુપાલકોના ઘરે-ઘરે જઈને નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું ખરવા-મોવાસા એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે શિયાળામાં અને ઉનાળામાં વધુ જોવા મળે છે, જેમાં પશુને તાવ આવે છે અને મોં અને પગ પર ફોલ્લીઓ થાય છે, જે પાછળથી ચાંદામાં ફેરવાય છે. આનાથી પશુને ખાવા-પીવા અને ચાલવામાં તકલીફ…

Read More

પતિ–પત્નીના ઝગડાનું સુખદ સમાધાન કરાવી પરિવાર માટે આશીર્વાદરૂપ બનતી જામનગર ૧૮૧ અભયમની ટીમ 

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરમાં એક સજ્જન મહીલા દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવેલ કે, એક અજાણી મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થતાં તે ઘર છોડી નીકળી ગયા છે અને પોતાના વતન પરત જવા માંગે છે આ મહિલાને મદદની જરૂર જણાતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહોચ્યા હતા.  ૧૮૧ અભયમની ટીમે આ મહીલાને સાંત્વના આપ્યા બાદ સમજાવ્યું હતું કે, ગુસ્સામાં ઘર છોડી નિકળી જવું એ સમસ્યાનું સમાધાન નથી. બાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશનાં વતની…

Read More

જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોક સંપર્ક યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો હતો. મંત્રીએ આ ગામો ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા. તેમજ તેઓની રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્કમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆતો મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી. ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ…

Read More

ભાવનગર મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીને મળેલ અધિકારની રૂઈએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં લોકોને શુધ્ધ પ્રદુષણરહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો અમલ કમિશનર,મહાનગરપાલિકા-ભાવનગર, મુખ્ય,કારોબારીઅધિકારી-ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ-ભાવનગર, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-ભાવનગર, નિર્દિષ્ટ અધિકારીશ્રી…

Read More

ડિપ્લોમા, આઇ.ટી.આઇ., સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની ઉમદા તક

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૭ એપ્રિલ,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડિપ્લોમા, આઇ.ટી.આઇ., સ્નાતક તેમજ ૧૦ પાસ, ૧૨ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૭ એકમ (કંપની)માં બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, હેલ્પર, ક્લાઈન્ટ રિલેશનશીપ ઓફિસર, સેલ્સ એક્સિક્યુટિવ, રિસએપ્સનીસ્ટ, માર્કેટિંગ પર્સન, ક્રેન ઓપરેટર, વર્કશોપ ઓપરેટર, કોપ, બોઈલર ઓપરેટર વગેરે જગ્યાઓ ભરવાની છે.  નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫…

Read More

ભાવનગર જિલ્લાના કલેક્ટર તરીકે ડૉ. મનીષ કુમાર બંસલે ચાર્જ સંભાળ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર      આજ રોજ ભાવનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ડૉ. મનીષ કુમાર બંસલે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેકટરને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેકટરનું પુષ્પગુચ્છના સ્થાને “ખિલોના ખુશીયો કા” અંતર્ગત ગેમ્સ આપીને સ્વાગત કરાયું હતું. નવ નિયુક્ત કલેકટરએ જણાવ્યું હતું કે, પુષ્પગુચ્છ બદલે રમકડાં થી સ્વાગત કરવામાં આવે તો તે રમકડાં કોઈ જરૂરિયાતમંદ બાળકને આપી શકાય અને તેમના જીવનમાં ખુશી વહેંચી શકાય.     અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. મનીષ…

Read More

‘૧૪ એપ્રિલે બોટાદમાં નેશનલ ફાયર સર્વીસ ડે’ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ               ૧૪ એપ્રિલનાં રોજ બોટાદ ફાયર સ્ટેશન ખાતે ‘નેશનલ ફાયર સર્વીસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ફાયર સર્વીસ ડેના દિવસે ૧૪ એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈનાં વિક્ટોરિયા ડોકયાર્ડ ખાતે જહાજ દુર્ઘટનામાં શહીદ થયેલાં ફાયરના ૬૬ વીર શહીદ જવાનો તેમજ ફાયર સર્વિસીસના નામી- અનામી વીર શહીદ જવાનો કે જેઓએ લોકો તેમજ સંપત્તિના બચાવ કાર્ય દરમ્યાન દેશ માટે પોતાનાં પ્રાણની આહુતિ આપી ફાયર સર્વિસીસનું ગૌરવ વધાર્યું છે, તેવાં વીર શહીદ જવાનોને યાદ કરી, બે મિનિટનું મૌન પાળી, શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેઓની…

Read More

પ્રાકૃતિક ખેતીમાંથી મેળવેલી ખાદ્ય ચીજોમાં રાસાયણિક તત્વોનાં અભાવને કારણે તે સુપાચ્ય હોય છે

હિન્દ ન્યુઝ, બોટાદ                 આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. તેથી દેશની મોટાભાગની જમીન પર ખેતી કરવામાં આવે છે અને મોટાપાયે હાનિકારક જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેનાથી દેશભરની જમીન હાલ પ્રદુષિત થઈ ગઈ છે અને તે પ્રદુષણ ધીમે ધીમે જમીનથી હવામાં અને પાણીમાં પણ ભળી રહ્યું છે. આ પ્રદુષણથી લોકોને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તેથી આ તમામ પ્રકારની બીમારીઓ અને પ્રદુષણ ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી એક રામબાણ વિકલ્પ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર…

Read More

છ મહિનામાં ૧૦ કિલો વજન ઓછું કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા કોમલબહેન પુરોહિત

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વધુ પડતી ચરબી હોવાનો વિકાર એટલે કે મેદસ્વિતા. મેદસ્વિતાના કારણે શરીરના પેટ, મોં, સાથળ વગેરે ભાગ પર ચરબીના થર જમાં થાય છે, જેના કારણે શરીરનું વજન વધી જાય છે. મેદસ્વિતાના કારણે અન્ય શારીરિક તકલીફો પણ સર્જાય છે. જેના કારણે સ્વસ્થ જીવનશૈલી જીવવામાં મુશ્કેલી ઉભી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મેદસ્વિતાને એક વૈશ્વિક સમસ્યા ગણાવી છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન થકી લોકોને જાગૃત કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પહેલ કરી…

Read More