“બોટાદ ખાતે કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો

   તા. 15-04-2025 પ્રેસ નોટ- 277

હિન્દ ન્યુઝ, બોટાદ

               વર્તમાન ટેકનોલોજીના યુગમા દેશમાં દરેક ક્ષેત્રે રોજિંદા ધોરણે અવનવા સંશોધનો થઇ રહ્યા છે તથા AI ના યુગમાં મોબાઇલ ફોનની પહોંચ દેશના લગભગ દરેક વ્યક્તિનાં હાથવગી થઇ રહી છે ત્યારે કૃષિક્ષેત્ર પણ અન્ય ક્ષેત્રો સાથે કદમતાલ મિલાવી રહ્યુ છે. ગુજરાત રાજ્યનાં ખેડુતોએ હાલપર્યંત સુધી મશીનરી ક્ષેત્રે થયેલ પ્રગતિને ખુલ્લા હાથે અપનાવી છે, પરંતુ ગુજરાત રાજ્ય ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલુ હોઇ વારંવાર થતી કુદરતી આફતો સામે ખેડુતો લાચાર હતા. જેને સરકારે ખુબ જ ગંભીરતાથી લઇ ત્વરાથી કૃષિભવન, ગાંધીનગર ખાતે કમાન્ડ એંડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યો છે. 

     રાજ્ય સરકાર અને Coforgeનાં સંયુક્ત પ્રયાસોથી કેંદ્ર સરકારની ડિજીટલ ક્રોપ સર્વે, ફાર્મર રજીસ્ટ્રી જેવા ફ્લેગશીપ પ્રોજેક્ટનાં અમલીકરણમાં ગુજરાત રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે, તેમજ હાલમાં જ ખેડુતોપયોગી “કૃષિ પ્રગતિ” એપ ખેડુતોને ખુબ જ ઉપયોગી થઇ રહી છે. જેની તાલીમ જિલ્લાનાં પાયાનાં કાર્યકરોને મળી રહે તે હેતુથી તાલીમ વર્કશોપનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું હતુ.

        કાર્યક્રમમાં કૃષિ સ્ટાફને “કૃષિ પ્રગતિ” એપ વિશે જિલ્લાનાં ખેડુતોને માહિતગાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે વર્કશોપમાં Coforgeના અધિકારીઓ દ્વારા હાલમાં ખાતા દ્વારા ઝુંબેશ રૂપે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ જેવા કે ડિજીટલ ક્રોપ સર્વે તેમજ એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમાં સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ આધારિત પાક વાવેતર વિસ્તાર એસ્ટીમેશન, પાક પરિસ્થિતી આધારિત રોગ જીવાતની શક્યતાઓને ધ્યાને લઈ ખેડૂતોને માહિતગાર કરવા તથા હવામાનના બદલાવ અને તેની પાક ઉપર થનાર અસરો બાબતે સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ થી માહિતી કઇ રીતે મેળવી શકાય અને કઇ રીતે તેનો ઉપયોગ કરી શકાય અને ખેડૂતોને આગોતરું આયોજન કરવા મદદરૂપ થઈ શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં બોટાદ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાંથી ૧૦-૧૦ ખેડુતો પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment