હિન્દ ન્યુઝ, રાજકોટ
તારીખ ૨૭ એપ્રિલ રવિવારના રોજ ગાંધીધામ ખાતે “હાલ્લો ગુજરાત સીઝન-૭” નું ઓડીશન રાખેલ છે. જેમાં જજ તરીકે ડાન્સ ઈન્ડીયા ડાન્સ ના વિજેતા ટાઈગર પોપ અને મરાઠી ફિલ્મના કોરિયોગ્રાફર રોશન માડકરે નિર્ણાયક તરીકે રહેશે. સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ-જામનગર-ભાવનગર-પોરબંદર-કચ્છ-મોરબી જિલ્લાના બાળકો આ ઓડિશનમાં ભાગ લેશે.
પુજા હોબી સેન્ટરના અને પોદાર પ્રેપ અક્ષર માર્ગના આ બાળકો જેમાં સિમરન તંતી, આસ્થા અમીપરા, રાહી નાગવેકર, ફલક પારેખ, શિખા પાબારી, ધ્યાના ગઢીયા, દર્શિતા જાની, પ્રેમ ગાંધી, મીત ગાંધી, મહમદ ઝૈદ લખાખાન, વિવાન માંડલિયા, પરમ ઠકરાર, ધ્યાંશ કુંડલીયા, વત્સ કુંડલીયા, ધ્યેય રાણીંગા, પંથ અજુડીયા, લક્ષ્ય મેતા, મીતાંશ સરવૈયા, બીનીતા અનડકટ, ચાર્મી ઉદેશી, લબ્ધી મહેતા, આહના ગેહાની, તનિષા લાખાણી, એન્જલ નથવાણી, રિવા ઉમરાણીયા, વિહાન ગઢીયા, આરવ સોલંકી, સોહમ સેજપા સોલો ડાન્સ, ડયુએટ ડાન્સ તથા ગ્રુપ ડાન્સ જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે.
આ બાળકો દ્વારા યોગા, જીમ્નાસ્ટિક, ડાન્સ, સ્કેટિંગ ડાન્સ જેવી અનેક કૃતિ ફોક, કલાસિકલ, હિપહોપ, કન્ટેમ્પરરી જેવી સ્ટાઇલ ૪ થી ૨૦ વર્ષ સુધીના બાળકો રજૂ કરવાના છે.
આ સ્પર્ધા ના ચેરમેન પૃથ્વી સોનીએ તા.૨૭/૦૪/૨૫ રવિવારના દિવસે રાખી છે. જેથી ઈન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણી ભવ્ય રીતે કરી શકાય.
આ શો ટીવી પર પ્રકાશિત કરવામાં આવશે. એવું JVC ટ્રસ્ટના સંચાલક એડવોકેટ શ્રીમતી પારૂલ સોની દ્વારા જણાવવામાં આવ્યું છે.
પૂજા હોબી સેન્ટરના બાળકો હુલ્લાહુપમા અનેકવિધ પેટર્ન સાથે સૌપ્રથમવાર ડાન્સ સ્ટાઇલમાં પોતાનું પર્ફોર્મન્સ બતાવશે.
રાહી નાગવેકર તથા ફલક પારેખ હાવર બોર્ડ ઉપર કઠપૂતળી ડાન્સ સૌપ્રથમવાર રજુ કરશે. વંદે માતરમ્, સ્કેટિંગ ડાન્સ જે ઇન્ટરનેશનલ વિજેતા કૃતિ છે તે બાળકો સ્કેટ પહેરીને રજુ કરશે.
૪ વર્ષથી ૨૦ વર્ષના આ બાળકો પોતાની કૃતિમાં પારંગત છે અને ઘણા સમયથી પોતાની કલાને ટીવીમાં સ્થાન મળે તે માટે મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે.
આ તમામ બાળકોને દીપુદીદી તથા સંચાલીકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
પસંદ થયેલા બાળકોએ દેશમાં અને વિદેશમાં અનેક જગ્યાએ પર્ફોર્મન્સ કરી રાજકોટનો ડંકો વગાડયો છે. પુજા હોબી સેન્ટર તથા પોદાર પ્રેપ ના તમામ કમિટી મેમ્બરો મૌલેશભાઈ ઉકાણી, જવાહરભાઈ ચાવડા, ડો. પુજા રાઠોડ, રમાબેન હેરભા, નકુલ રાઠોડ, સુરેશભાઈ ત્રિવેદી, દીપુદીદી તથા સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડ દ્વારા શુભેચ્છા પાઠવી વિજેતા થઈ પરત ફરે તેવા આશીર્વાદ આપ્યાં છે
