હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૨જી સપ્ટેમ્બરના રોજ ૧૧ વાગે(સવારે) ” આદિત્ય એલ-૧” મિશન સુર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે આ અંતગર્ત લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન કરવામાં આવ્યું છે.
ચંદ્રને સ્પર્શ કાર્ય બાદ ISRO હવે સુર્યની આંખમાં આંખ મેળવવા તેયાર છે. સુર્ય અંગે સ્ટડી કરવા માટે PAPA ( પ્લાઝમા એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય ) પેલોડ્સ સહિત કુલ ૭ પેલોડ્સ સૂર્યયાન સાથે અવકાશમાં જશે. તેમજ તે ત્યાં ૧.૫ મિલિયન KM ની મુસાફરી કરશે, તેને લઈ જવાનો ખર્ચ ૪૦૦ કરોડનો છે, તે સુર્યની ગરમ હવામાં હાજર ઈલેક્ટ્રોન્સ અને ભારે આયનની દિશાઓની સ્ટડી કરશે. તે હવામાં રહેલી ગરમી અને આયન્સના વજનની પણ તપાસ કરશે.
સૂર્ય અને ચંદ્ર વચ્ચે એક ખાસ બિંદુ છે જેને L1 (લાગરાન્જય-૧) કહેવામાં આવે છે. આ બિંદુની ખાસિયત એ છે કે આ સ્થળ પર પુથ્વીનું અને સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે એકબીજાને કૅન્સલ કરે છે. એટલા માટે આ વિશેસ્ટ બિંદુ પર આસપાસ ત્યાં આગળ તેના બિંદુની પ્રભામંડળની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.એટલે કે તેના પોઈન્ટનું અંતર લગભગ ચાર મહિનામાં આવરી લેવામાં આવશે.તે પાંચ વર્ષ સુધી અભ્યાસ કરી તેનો ડેટા એકત્રિત કરશે.
આ સ્થિતિ મુખ્ય પેલોડ VLEC (Visible Emission Line Coronagraph) ને સીધી કોરોનલ માસ ઇજેક્શનના સ્ત્રોતને નિહાળી શકાશે. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સૌર કોરોનાનું નિરીક્ષણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન હશે.
સાયન્ટિફિકલ મહત્વની ઘટના ને RSC ભાવનગર લોકપ્રિય બનાવવા માટે સતત કાર્યરત છે. આ આગઉ RSC ભાવનગર ખાતે ચંદ્રયાન-૩ નું લોન્ચ અને લેન્ડિંગનું લાઇવ સ્ટ્રેમિંગને બોહળો પ્રતિસાદ મળ્યો હતો.જેને અનુલક્ષીને આદિત્ય એલ-૧” મિશનું લોન્ચનું લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ અને આર એસ સી ના સ્ટાફ રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે. જેમાં રજિસ્ટ્રેશન કરાવવા 9586100600 – રાજદીપસિંહ ઝાલા નો કોન્ટેક્ટ કરવાનો રહેશે.
આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. ગિરિશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.