સોમનાથના સાનિધ્યમાં તા. ૧ સપ્ટેમ્બર નાં પ્રભાસ ખંડ મહાત્મય કથાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ

   પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ જ્યાં બિરાજમાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ચરણોથી ભૂમિને પાવન કરી છે. ભગવાન પરશુરામ એ જ્યાં પોતાના તપ થી ભૂમિમાં તપોબળનું સિંચન કર્યું છે. ભૂતકાળમાં જ્યાં 12 સૂર્યમંદિર પોતાના તેજથી ભૂમિને પ્રકાશમય કરતા હતા. તેવી જપ તપ અને પુણ્યની અદ્વિતીય ભૂમિ પ્રભાસતીર્થનું વર્ણન જે સ્કંદપુરાણમાં પ્રભાસ ખંડમાં જોવા મળે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એ પવિત્ર પ્રભાસ ખંડ મહાત્મય કથાનો લાભ સોમનાથ આવનારા ભક્તો તેમજ સ્થાનિક જનતાને સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા ના શ્રી મુખે મળવા જઈ રહ્યો છે. શ્રી સોમનાથ મંદિરની સાપેક્ષમાં પથિક આશ્રમ મેદાન ખાતે તારીખ ૦૧-૦૯-૨૦૨૩ થી તા.૦૫-૦૯-૨૦૨૩ સુધી સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી પૂજ્ય, ડો.મહાદેવ પ્રસાદ મહેતાના શ્રી મુખે ભકતોને પુણ્ય ભૂમિ પ્રભાસનું મહાત્મ્ય સ્કંદપુરાણ પ્રભાસખંડ મહાત્મય કથામાં જાણવા મળશે. ત્યારે આ ભક્તિ ગંગામાં જોડાઈને પ્રભસખંડ કથા શ્રવણ કરવા પધારવા શ્રી સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને નિમંત્રણ પાઠવે છે.

Related posts

Leave a Comment