ભાવનગર મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીને મળેલ અધિકારની રૂઈએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં લોકોને શુધ્ધ પ્રદુષણરહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ.

આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો અમલ કમિશનર,મહાનગરપાલિકા-ભાવનગર, મુખ્ય,કારોબારીઅધિકારી-ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ-ભાવનગર, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-ભાવનગર, નિર્દિષ્ટ અધિકારીશ્રી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ-અલંગ, સંબંધિત ચીફ ઓફીસર, નગરપાલિકાઓ તથા સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓએ કરાવવાનો રહેશે. 

સદરહું જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.

Related posts

Leave a Comment