વેરાવળની સટ્ટાબજારમાં નવનિયુક્ત ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

         વેરાવળ પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રોબેશનરી ચીફ ઓફીસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા શહેરની સફાઈને વધુ સુદ્રઢ બનાવવા અગાઉ તા.૧૧/૦૫/૨૩ના રોજ શહેરના વિવિધ વેપારી આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરેલ અને શહેરની સફાઈ વ્યવસ્થામાં નગરપાલિકાના સફાઈ કર્મચારી ઉપરાંત નગરજનોનો પણ સહકાર હોવો જોઈએ એ બાબત ઉપર ભાર મૂકી શહેરને સ્વચ્છ રાખવા નાગરિકોને અપીલ કરી સહકાર આપવા અન્યથા નાછૂટકે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ.

જે અન્વયે તા.૨૩/૦૫/૨૩ના રોજ દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકીંગ કરી શહેરની મુખ્ય બજાર એવા સટ્ટા બજાર વિસ્તારમાં મુલાકાત લઈ જાહેરમાં કચરો કરનાર વેપારીઓપ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓ અને દુકાનમાં ડસ્ટબીન ના હોવા બાબતે દંડનીય કાર્યવાહી કરી રૂ. ૬૪૦૦/- નો દંડ વસૂલ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવેલ. હજુ આવતા દિવસોમાં પણ  શહેરીજનોને શહેરની સફાઈમાં સહકાર આપવાપ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. આ સાથે જ વધુમાં જણાવેલ કે જો શહેરની સફાઈ વ્યવસ્થામાં સહકાર નહી આપે તો આ રીતે દંડનીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) સાથે આ કાર્યવાહીમાં નગરપાલિકાના ઓફિસ સુપ્રિ. ડી. ડી. દવેજીપીસીબીના અધિકારી હિતેશ બારીયા તથા સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment