આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

અરજદારે ૧૯ જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

             આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ GJ-04-EA 0001 થી 9999 ની બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. તા.૧૫-૦૧-૨૦૨૨ થી તા.૧૯-૦૧-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૦-૦૧-૨૦૨૨ થી તા.૨૧-૦૧-૨૦૨૨ સુધી સવારનાં ૧૨:૦૦ થી રાતનાં ૧૨:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રીયાનુ પરીણામ તા.૨૪-૦૧-૨૦૨૨ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment