જામ ખંભાળીયા ના વોર્ડ 4 ના જાહેરસભા સંબોધતા સાંસદ પૂનમબેન માડમ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળીયા

      જામ ખંભાળીયા ના વોર્ડ 4 ની પેનલ હરુભાઈ બથવાર મહિપાલસિંહ વાઢેર, રેખાબેન ખેતિયા, અઝુભાઈ ગાગિયા ના સમર્થન મા જાહેરસભા સંબોધતા સાંસદ પૂનમબેન માડમ તેમજ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ના ચેરમેન મુળુભાઈ બેરા સાથે જિલ્લા અને શહેર ભાજપ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 શહેર કોંગ્રેસ મહામંત્રી યુનુસભાઈ ચાકી લંઘા સમાજ ના પ્રમુખ કાસમભાઈ લકસી સહિત ના અનેક કોંગ્રેસ ના આગેવાનો ભાજપ મા જોડાયા હતા અને ભાજપ ની ભવ્ય જીત માટે અપિલ કરી હતી.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા

Related posts

Leave a Comment