હિન્દ ન્યુઝ, મહીસાગર
મીડિયા મોનિટરીંગ માટે મિડીયા તથા સોશિયલ મિડીયા નોડલ શૈલેષકુમાર બલદાણીયાની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ.
ઉપરોક્ત મિટીંગમાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ની ઘોષણા બાદ આ કમિટીએ શું શું કામગીરી કરવાની છે, તથા કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય માણસ દ્વારા આગામી ચુંટણીમાં જાહેરખબર કે પેઈડ ન્યુઝ થકી ગેરરીતિ ન આચરવામાં આવે તે બાબતે શું શું ધ્યાનમાં રાખવું તે અંગે કમિટીના તમામ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર