ઉના ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

તા. -૨૩, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર અને ટી.પી.ઇ.ઓ. દ્વારા ઉના ખાતે બાઇક રેલી યોજાઇ હતી. જેમાં ઉના પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યઓએ સહભાગી થઇ બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મતદારોને ૨૮/૦૨/૨૦૨૧નાં રોજ મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.

Related posts

Leave a Comment