ડિપ્લોમા, આઇ.ટી.આઇ., સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની ઉમદા તક

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૭ એપ્રિલ,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ડિપ્લોમા, આઇ.ટી.આઇ., સ્નાતક તેમજ ૧૦ પાસ, ૧૨ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૭ એકમ (કંપની)માં બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, હેલ્પર, ક્લાઈન્ટ રિલેશનશીપ ઓફિસર, સેલ્સ એક્સિક્યુટિવ, રિસએપ્સનીસ્ટ, માર્કેટિંગ પર્સન, ક્રેન ઓપરેટર, વર્કશોપ ઓપરેટર, કોપ, બોઈલર ઓપરેટર વગેરે જગ્યાઓ ભરવાની છે. 

નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી તેમ રોજગાર કચેરી, ભાવનગરની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment