હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. શાળાના પ્રાંગણમાં પાણી ભરાતાં અગમચેતીના ભાગરૂપે વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને નજીકની માધ્યમિક શાળામાં ખસેડ્યા.
તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડીને રહેવા તેમજ જમવાની સુચારુ વ્યવસ્થા કરાઈ; આ કામગીરીમાં સુબીર મામલતદાર, સુબીર પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા તેમની ટીમ, શાળાના શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપ્યો.
