હિન્દ ન્યુઝ, નવસારી
જલાલપોર તાલુકાના વાડા ગામે ૧૪૬ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર
જલાલપોર તાલુકામાં ભારે વરસાદની સંભાવના અને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત જલાલપોર તાલુકાના વાડા ગામે જિલ્લા આયોજન અધિકારીશ્રી નૈતિકા પટેલ, મામલતદારશ્રી જલાલપોર, મહેસૂલી ટીમ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન વાડા ગામના કરોડી વાસ વિસ્તારમાં રહેતા કુલ અંદાજે ૧૪૬ નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે.
શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત નાગરિકો માટે રહેવાની સુવિધા, પૌષ્ટિક ભોજન, શુદ્ધ પીવાનું પાણી તેમજ જરૂરી આરોગ્ય સેવાઓ સહિતની તમામ આવશ્યક વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
