પતિ–પત્નીના ઝગડાનું સુખદ સમાધાન કરાવી પરિવાર માટે આશીર્વાદરૂપ બનતી જામનગર ૧૮૧ અભયમની ટીમ 

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગરમાં એક સજ્જન મહીલા દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવેલ કે, એક અજાણી મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થતાં તે ઘર છોડી નીકળી ગયા છે અને પોતાના વતન પરત જવા માંગે છે આ મહિલાને મદદની જરૂર જણાતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહોચ્યા હતા. 

૧૮૧ અભયમની ટીમે આ મહીલાને સાંત્વના આપ્યા બાદ સમજાવ્યું હતું કે, ગુસ્સામાં ઘર છોડી નિકળી જવું એ સમસ્યાનું સમાધાન નથી. બાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશનાં વતની છે અને ૬ માસથી પતિ અને દીકરા સાથે અંહી રોજગાર અર્થે આવ્યા છે. પીડિતાનાં બીજા લગ્ન છે અને તેનો સત્તર વર્ષનો દીકરો તેમની સાથે રહે છે અને મજૂરી કામ કરી ઘરખર્ચમાં મદદ કરે છે. પરંતુ પતિ ઘરખર્ચ ન આપી તેણીને અન્ય પુરુષો સાથે સબંધ હોય તેમ શંકા અને વહેમ રાખી અવાર – નવાર ઝઘડો કરી માનસિક ત્રાસ આપી મારપીટ કરતા હોવાથી તેણીએ કંટાળીને ઘર છોડી દીધું હોવાનું ૧૮૧ અભયમની ટીમને જણાવ્યું હતું.

બાદમાં અભયમની ટીમે મહિલાને સમજાવી અને તેના પતિનો સંપર્ક કરી યોગ્ય પરામર્શ કર્યા બાદ ઘરેલું હિંસા એક્ટ અંગે કાયદાકીય માહિતી, નૈતિક ફરજ વીશે સમજાવતા તેણીના પતિએ પોતાની ભૂલ સ્વીકારી પોતાની પત્નીને ત્રાસ ન આપી સુખદ સમાધાન કર્યું હતું. મહિલાને કોઈ આગળની કાયદાકીય કાર્યવાહી ન કરવી હોવાથી અભયમની ટીમે તેણીનું પુનઃ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Related posts

Leave a Comment