હિન્દ ન્યુઝ, રાજકોટ
G20 સમીટ-૨૦૨૩નું યજમાનપદ ભારત દેશને મળેલ છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના આંગણે G20 સમીટની મહત્વની ઇવેન્ટ આ વર્ષ દરમ્યાન યોજાવાની છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે G20 સિટી વોક (મેરેથોન)નો કાર્યક્રમ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે રજુ થયેલ બજેટ પ્રજાલક્ષી બજેટ છે જેમાં દરેક વર્ગના નાગરિકોની ચિંતા કરી બજેટ રજુ કરવામાં આવ્યું છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સતત પ્રયાસોથી G20 નું પ્રતિનિધિત્વ આપણા દેશને મળ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય.
પ્રાસંગિક ઉદબોધન આપતા મેયર ડૉ. પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે, G20 નું યજમાનપદ ભારતને પ્રાપ્ત થયું છે તેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુખ્ય ભૂમિકા રહી છે. થોડા સમય પહેલા જ G20 રાષ્ટ્રોનાં પ્રતિનિધિઓનું સંમેલન કચ્છ ખાતે યોજાયું હતું. આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય કે G20 નું પ્રતિનિધિત્વ ભારત દેશ કરી રહ્યું છે જેની અમુક ઇવેન્ટ આપણા ગુજરાતમાં યોજવાની છે. “વસુધૈવ કુટુમ્બકમ” ભાવના સાથે સમગ્ર વિશ્વ એક થાય તેવા ઉમદા આશય સાથે G20 ની વિવિધ ઇવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ અવસરે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટરઓ ચેતનભાઈ સુરેજા, વિનુભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર અને ચેતન નંદાણી વગેરે ઉપસ્થિત રહેશે.
ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ફ્લેગ આપો સિટી વોક (મેરેથોન)નો શુભારંભ કરાવ્યો હતો તેમજ આ સિટી વોક (મેરેથોન)માં મહાનગરપાલિકાનાં કર્મચારીઓ સહીત બહોળો સંખ્યમાં નગરજનો જોડાયા હતા.