બરવાળામાં યોજાયેલાં મેળામાં કિશોરીઓને અપાયું મહિલાલક્ષી યોજનાઓ વિશે સચોટ માર્ગદર્શન 

“સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન

 હિન્દ ન્યુઝ, બોટાદ

         ગુજરાત સરકારની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત મેળાઓ યોજવામાં આવી રહ્યાં છે જે અન્વયે આજરોજ બરવાળા ખાતે કિશોરીઓ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

      આ તકે મહાનુભાવો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીઓમાં સારી કામગીરી કરનારી કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમમાં કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું. 

        મેળાના સ્થળ ખાતે કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરતાં સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. આ કાર્યક્રમમાં બરવાળા પ્રાંત અધિકારી પ્રજાપતિ, બરવાળા મામતદાર તેમજ બરવાળાના તાલુકા વિકાસ અધિકારી સહિત નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment