હિન્દ ન્યુઝ, બોટાદ
સરકાર ના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા ક્લેકટર બી. એ. શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી. ડી.પલસાણા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુશંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કાર્યરત છે.
ત્યારે આજરોજ બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ બોટાદ અને જિલ્લા હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત રીતે જાહેરમાં ધુમ્રપાન અથવા તમાકુનું સેવન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કલમ અંતર્ગત જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ હોઈ આવું કરનારને દંડ કરીને ધુમ્રપાનથી થતાં નુકસાન અંગેની સમજ આપવામાં આવી હતી.
સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે અલગ અલગ વ્યક્તિઓને રેડમાં જાહેરમાં ધુમ્રપાન કરતાં પકડી રૂ. ૨,૧૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ અધિકારી, બોટાદ ડો.આર.આર.ચૌહાણ, આર.એમ.ઓ. સોનાવાલા હોસ્પિટલ ડૉ. યજ્ઞેશભાઈ, એ.એચ.એ. દિનેશભાઈ તથા ટી.એચ.ઑ કચેરીમાંથી TMPHS મનીષભાઇ, ડી.એસ.આઇ. ડી. ડી. ચુડાસમા તેમજ પોલિસ વિભાગમાંથી PSI આસોડાભાઈ દ્વારા કામગીરી કરવામા આવી હતી. તેમ જિલ્લા ટોબેકો કંટ્રોલ અધિકારીની યાદીમાં જણાવાયું છે.