વિરમગામ મેલડી નગર વિસ્તાર માં સુજલામ સુફલામ્ યોજના ઓથા હેઠળ માટી ચોરી ચાલતું કૌભાંડ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

    વિરમગામ શહેર માં આવેલ મેલડીનગર વિસ્તારની પાછળના ભાગમાં આવેલ કોચાસર તળાવ માંથી ગેર કાયદેસર રીતે માટી ચોરી કરવા બાબતે હાંસલપુર તેમજ મેલડી નગર વિસ્તાર ના માલધારી સમાજ ના આગેવાનો દ્વારા વિરમગામ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળેલ છે કે મેલડી નગર સેવા સહકારી મંડળી દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંતરગત માટી ખનન માટેની 3000 ઘન મીટર ની પરમિશન ગત તારીખ 24.5.21 ના રોજ પરમિશન મેળવામાં આવી હતી. જે પરમિશન કોચસર તળાવ ની હતી. કોચસાર તળાવ ની અંદર થી 3000ઘન મીટર માટી ખનન કર્યા બાદ તળાવ ની બાજુમાં આવેલ ગવચર જગ્યા માં પણ ખનન કરી સુજલામ સુફલામ્ યોજના અંતરગત નિયમોના ભંગ કરી મંડળીના ચેરમેન સેક્રેટરી દ્વારા પૈસા કમાવાના એકમાત્ર આશય થી અલ્બદર પાર્ક માં કબ્રસ્તાન ની બાજુમાં ખાનગી પ્લોટ માં ગેર કાયદેસર રીતે માટી પુરાણ કરી સરકાર તેમજ માલધારી સમાજ ના લોકોને મોટું નુકસાન પહોંચાડેલ છે. જેથી માલધારી સમાજના લોકો એ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મંડળીના ચેરમેન સેક્રેટરીએ તેમજ ખાનગી માલિકીના પ્લોટમાં માટી નખવનાર ઈસમો વિરુદ્ધ સરકાર ના નિયમો અનુસાર દંડ તેમજ સજા કરવા બાબતે આવેદન પત્ર પાઠવ્યું.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment