હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકા ના ગોલવી ગામે આજરોજ ગોલવી દૂધ મંડળી દ્વારા બનાસ ડેરી ના સહયોગ ની સહાય થી ગાભણ પશુઓ ને બે બોરી દાણ વિના મૂલ્ય આપવામાં આવ્યું હતું. જેમાં ગોલવી ગામ ના પશુપાલકો એ આ વિના મૂલ્ય દાણ નો લાભ લીધો હતો. જેમાં દૂધ ડેરી ના ચેરમેન વાઘેલા નારણસિંહ ગેમરસિંહ મંત્રી દેસાઈ રણછોડભાઈ ભૂરાભાઈ વાઇસ ચેરમેન અમરતભાઈ એમ દેસાઈ, ટેસ્ટર વી ઇ કળોતરા વગેરે ડેરી નો સ્ટાફ હાજર રહેલ અને સહાય માટે વિના મૂલ્ય દાણ નું વિતરણ કર્યું હતું.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર