હિન્દ ન્યૂઝ, કાલાવડ
‘રાષ્ટ્રીય એકતા મંચ‘ નાં અધ્યક્ષા અને ‘દેવસેના‘ (હિન્દુ સંગઠન) ના રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રભારી, ‘ભારતીય યુથ બ્રિગેડ‘ ના રાષ્ટ્રીય પ્રવક્તા, ‘અખિલ ભારતીય હિન્દુ પરિષદ‘ ના ગુજરાત પ્રદેશના સહ પ્રવક્તા તેમજ અનેકો હિન્દુ સંગઠનોમાં રાષ્ટ્રીય પદે રહી હિન્દુત્વ અને હિંદુઓ માટે હરહંમેશ સેવાકીય કર્યો કરતા અને કટ્ટર હિન્દુત્વવાદી ની ઓળખ ધરાવતા કાલાવડ ના રહેવાસી ડૉ. સીમાબેન પટેલ દ્વારા આજરોજ ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન’ માં 5100/- રૂપિયાનું સહયોગ આપવામાં આવ્યું.
આજરોજ કાલાવડ ખાતે ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ‘હિન્દ ન્યુઝ’ અખબાર નાં મુખ્ય કાર્યાલય (કાલાવડ) ખાતે કાલાવડના આર.એસ.એસ.ના કાલાવડ નગર કાર્યવાહક હિમાંશુગીરી અમરગીરી ગોસ્વામી, કાલાવડ બ્રહ્મ સમાજ યુવા પ્રમુખ મિહિરભાઈ યોગેશભાઈ શુકલ, ક્ષત્રિય યુવા અગ્રણી તેમજ કાલાવડ નગરપાલિકાના સભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઈ સાવલિયા, રવિરાજસિંહ જાડેજા, મિતભાઈ પડારીયા તેમજ કનૈયા ગૃપ ના સાવનભાઈ પીઠડીયા જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડૉ.સીમાબેન પટેલ દ્વારા ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન’ માં 5100/-રૂ.નું સહયોગ કરવામાં આવ્યું