ખેડા જિલ્લા ના ઠાસરા ગામે સ્થાનિક ચૂંટણી આવતા બજાર ના રોડ નુ નવીનીકરણ

હિન્દ ન્યૂઝ, ઠાસરા           

               સ્થાનિક ચૂંટણી ઓ જાહેર થતા ખેડા જિલ્લામાં તથા ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વિસ્તારઓમાં ઠેર ઠેર રોડ અને રસ્તા ઓ નુ નવીનીકરણ કરણ ચાલુ થઇ ગયું છે. આજ રોજ ખેડા જિલ્લા ના ઠાસરા ગામ ના બજાર વિસ્તાર મા ઇલેકશન ના ટાણે નવા રસ્તા બનાવવાનું કાર્ય થઇ રહયું છે. સ્થાનિક બજાર મા રહેતા દુકાનદારો નુ કેહવું એમ છે કે ચૂંટણી ના જ સમયે રોડ રસ્તા ઓ દેખાય છે અને નવા રસ્તાઓ બનાવે છે, ત્યાં સુધી કોઈ જોવા કે પૂછવા પણ નથી આવતા. અત્યાર સુધી ના સમય મા જે તે ઠાસરા ના કાઉન્સિલરો ફક્ત હરતા ફરતા રહે છે અને જ્યારે ચૂંટણી જાહેર થાઈ છે ત્યારે તેમ ને આમ જનતા માટે ના કાર્યો કરવાનું મન થાઈ છે.

             હવે જોવાનું એ રહયું કે ખેડા જિલ્લા મા ચૂંટણી નુ જાહેર નામું બહાર પડી ગયું છે તથા આચારસંહિતા લાગુ પડી ગઈ હોવા છતાં ઠાસરા મા વિકાસ લક્ષી કાર્યો થઈ રહ્યા છે, તેની જવાબદારી કોના માથે તથા તેની પાછળ જવાબદાર વ્યક્તિ તથા પક્ષ કોણ હશે ? એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment