ગીર સોમનાથ જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ

જિલ્લા પંચાયત ૨૮ અને તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકની ચૂંટણી ૭૦૦૧૨૭ મતદારો નોંધાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

             તા.૦૫, ગીર સોમનાથ જિલ્લાની તમામ જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી આયોગ ગાંધીનગર દ્રારા તા.૦૨-૦૨-૨૦૨૧ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.

         પંચાયત ચૂંટણી અંગેના મતદારો પોતાના નામની ચકાસણી સબંધિત ચૂંટણી અધિકારી, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે કરી શકશે. આખરી મતદાર યાદી મુજબ વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયતની ૫ બેઠક જ્યારે તાલુકા પંચાયતની ૨૨ બેઠક છે. જેના મતદાન મથક ૧૨૮ છે. જેમા પુરુષ ૫૮૧૦૪, સ્ત્રી ૫૫૬૨૬ મળી કુલ ૧૧૩૭૩૦ મતદારો નોંધાયેલા છે.

           તાલાળા તાલુકામાં જિલ્લા પંચાયતની ૩ બેઠક જ્યારે તાલુકા પંચાયતની ૧૮બેઠક છે. જેના મતદાન મથક ૧૦૬ છે. જેમા પુરુષ ૪૬૧૯૪, સ્ત્રી ૪૨૭૦૩ ત્રીજી જાતિ ૨ મળી કુલ ૮૮૮૯૯ મતદારો નોંધાયેલા છે.

           સુત્રાપાડા તાલુકામાં જિલ્લા પંચાયતની ૪ બેઠક જ્યારે તાલુકા પંચાયતની ૧૮ બેઠક છે. જેના મતદાન મથક ૧૦૬ છે. જેમા પુરુષ ૪૮૧૦૩, સ્ત્રી ૪૫૯૭૪ મળી કુલ ૯૪૦૭૭ મતદારો નોંધાયેલા છે.

        ઉના તાલુકામાં જિલ્લા પંચાયતની ૭ બેઠક જ્યારે તાલુકા પંચાયતની ૨૬ બેઠક છે. જેના મતદાન મથક ૧૭૫ છે. જેમા પુરુષ ૮૨૫૨૨, સ્ત્રી ૭૭૬૨૯ મળી કુલ ૧૬૦૧૫૧ મતદારો નોંધાયેલા છે.

            કોડીનાર તાલુકામાં જિલ્લા પંચાયતની ૫ બેઠક જ્યારે તાલુકા પંચાયતની ૨૪ બેઠક છે. જેના મતદાન મથક ૧૭૩ છે. જેમા પુરુષ ૭૧૮૮૨, સ્ત્રી ૬૮૩૮૪ મળી કુલ ૧૪૦૨૬૬ મતદારો નોંધાયેલા છે.

             ગીરગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની ૪ બેઠક જ્યારે તાલુકા પંચાયતની ૨૦ બેઠક છે. જેના મતદાન મથક ૧૨૮ છે. જેમા પુરુષ ૫૩૭૧૦, સ્ત્રી ૪૯૨૯૩ ત્રીજી જાતિ ૧ મળી કુલ ૧૦૩૦૦૪ મતદારો નોંધાયેલા છે.

           જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ અને તાલુકા પંચાયતની ૧૨૮ બેઠક છે. જેના૮૧૬ મતદાન મથક છે. જેમા પુરુષ ૩૬૦૫૧૫ અને સ્રી ૩૩૯૬૦૯ ત્રીજી જાતિ ૩ એમ મળી કુલ ૭૦૦૧૨૭ મતદારો નોંધાયેલા છે. તેમ જિલ્લા ચૂંટણી શાખાની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment