સ્ટેટ બેંક ના કર્મચારીઓને તાલીમ અર્થે બોલાવતા બેંકના પ્રુદ્ધ ખાતાદારો અટવાયા

હિન્દ ન્યૂઝ, ડભોઈ

           આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચે આજરોજ તા.5મી ને લઇ ડભોઇ માં આવનારી ચૂંટણી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના શાંતિથી ચૂંટણી પૂર્ણ થાય, જેને લઇ ચૂંટણીમાં કામગીરી કરનાર અધિકારીઓની આજરોજ ડભોઇ કોમર્સ અને સાયન્સ કોલેજ ખાતે તાલીમ શિબિર યોજવામાં આવી. જેમાં ડભોઇ એસ.બી.આઈ.ના કર્મચારીઓ ને પણ તાલીમ માટે બોલાવવામાં આવતા ડભોઇ એસ.બી.આઇ. બેંકને બંધ રાખવાની ફરજ પડતા બેંકના ખાતા ગ્રાહકોને બેંક બંધ છે એવી અગાઉથી જાહેરાત બેંક દ્વારા કરવામાં ન આવતા બેંકમાં લેવડદેવડનો વ્યવહાર ખોરવાયો હતો. બેંકમાં પેન્શનરો કોઈ ચેક જમા કરવા માટે આવેલ હોય, કોઈ ડિપોઝિટ કરવા માટે આવેલ હોય તેઓ બધા બેંક બંધ હોવાથી વિમાસણમાં પડ્યા હતા.

             સાથે સીનીયર સિટીઝન અને વયોવૃદ્ધ લોકોને પણ બેંકના બેજવાબદાર અધિકારીઓના ભોગે ધરમ ધક્કા ખાવા પડ્યા હતા. જ્યારે ડભોઇ એસ.ટી ડેપો સિલક એસ.બી.આઇ. બેન્કમાં જમા કરાવવા જતા બેંકની બહાર લટકાવેલું બોર્ડ કે બેંકના કર્મચારીઓ તાલીમમાં ગયા હોવાથી બેંક નું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. જોવાતા એસ.ટી.ડેપોના કર્મચારીઓ પણ હલવાયા હતા. આ બધી તકલીફો વેઠતા બેંક ખાતા ધારકોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. પૈસા ઉપાડવા આવનાર ખાતાધારકો માં કેટલાક ને દવાખાનામાં સારવાર માટે પૈસા ભરવાના હોય તેઓ પણ બેંક બંધ હોવાથી તકલીફમાં મુકાયા હતા. આ બાબતે જ્યારે મીડિયાએ તાલીમ લેનાર અધિકારીઓની પૂછતા આ બાબતે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment