હિન્દ ન્યૂઝ, જામખંભાળિયા
હાલમા સડક સુરક્ષા જીવન રક્ષા માર્ગ સલામતી માસ 2021 અભિયાન ચાલી રહયુ છે ત્યારે આજરોજ દ્રારકા જીલ્લા ના જામખંભાળીયામાં એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે જીલ્લા ટ્રાફીક પોલીસ આર.ટી.ઓ. તેમજ એસ.ટી.ડેપો. મેનેજર ની ઉપસ્થિતિ મા જનરલ હોસ્પીટલ ના ટીમ દ્રારા એસ.ટી. ના ડ્રાઇવર તેમજ કંડકટર માટે સવૅ રોગ નિદાનક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં એસ.ટી. ડેપો ના કર્મચારીઓ ને વિના મુલયે સારવાર અને જરૂરી દવા આપવામાં આવી. આર.ટી.ઓ અધિકારી મહેરા તેમજ ટ્રાફિક પી.એસ.આઇ. એન.ડી.કલોતરા અને ટ્રાફિક એ.એસ.આઇ. ગઢવી એસ.ટી. ડેપો મેનેજર રાઠોડ ની સહીત પોલીસ સ્ટાફ આર.ટી.ઓ સ્ટાફ, એસ.ટી.સ્ટાફ દ્વારા કેમ્પ નું આયોજન કરવામા આવ્યુ હતુ.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળિયા