હિન્દ ન્યુઝ, ઘોઘા
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે ઓગષ્ટ- ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૮/૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૮/૦૮/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રી ને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.
ઉપરોક્ત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે, સામુહિક રજુઆતો કરી શકશે નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદારશ્રી, ઘોઘાની યાદીમાં જણાવેલ છે.