હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંચાલિત ‘મેરા યુવા ભારત’ સુરત દ્વારા ૫ દિવસીય ‘આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ની શરૂઆત થઇ છે. ‘યુવાનો દ્વારા વિચાર વિનિમય, રાષ્ટ્રીય એકતા તરફ એક પગલું’ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના યુવા પ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરત અને કચ્છ જિલ્લા વચ્ચે સંસ્કૃતિ, અનુભવ અને નૂતન વિચારોનું આદાન-પ્રદાનનો છે.
શૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગરૂપે કચ્છના યુવા પ્રતિનિધિઓને સુરતની અગ્રણી ઔદ્યોગિક સંસ્થાઓ અદાણી પોર્ટ તથા હરે કૃષ્ણ ડાયમંડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન યુવાનોએ બંદર વ્યવસ્થાપન, વૈશ્વિક વેપારની પદ્ધતિઓ, હીરા ઉદ્યોગની આધુનિક પ્રોસેસિંગ ટેક્નોલોજી અને આ ક્ષેત્રમાં રહેલી રોજગારની વિપુલ તકો વિશે તકનીકી માર્ગદર્શન મેળવ્યું હતું. જેથી યુવાઓ ઉદ્યોગ સાહસિકતા અને કારકિર્દીની નવી દિશાઓ પ્રત્યે વધુ જાગૃત બને.

