હિન્દ ન્યુઝ, ડાંગ
રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ‘ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭’ અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા તાજેતરમાં નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ હતી. આ સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં ૪ માં પ્રથમ અને ૩ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
જેમાં અંડર-૧૪ ગર્લ્સ (A ટીમ): પ્રથમ સ્થાન, અંડર-૧૪ ગર્લ્સ (B ટીમ): દ્વિતીય સ્થાન, અંડર-૧૪ બોયઝ: દ્વિતીય સ્થાન, અંડર-૧૭ બોયઝ: પ્રથમ સ્થાન, અંડર-૧૭ ગર્લ્સ (A ટીમ): પ્રથમ સ્થાન, અંડર-૧૭ ગર્લ્સ (B ટીમ): દ્વિતીય સ્થાન, અને ઓપન કેટેગરી (શિક્ષક વર્ગ): પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ સ્પર્ધામાં અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથના ભાઈઓ તથા બહેનોની ટીમોએ કોર્ટ પર શિસ્ત અને અદભુત ટીમવર્કનો પરિચય આપ્યો હતો. તદુપરાંત, ઓપન કેટેગરીમાં શિક્ષક વર્ગની ટીમે પણ શ્રેષ્ઠ રમત દાખવી પ્રથમ સ્થાન મેળવીને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
