બહેનો માટેની રાજ્યકક્ષાની શાળાકિય અંડર-૧૯ વોલીબોલ સ્પર્ધાની ગીર સોમનાથ જિલ્લો યજમાની કરાશે

રાજ્યભરની વિદ્યાર્થીનીઓ કોડીનાર ખાતે સ્પર્ધામાં ભાગ લેવા આવશે: તા.૨૪મીથી સ્પર્ધાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

રાજ્યકક્ષાની શાળાકિય અંડર-૧૯ બહેનો માટેની વોલીબોલ સ્પર્ધાની યજમાની ગીર સોમનાથ જિલ્લો કરશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યભરની વિદ્યાર્થીનીઓ કોડીનાર ખાતે આવશે. મહત્વનુ છે કે, વોલીબોલમાં ગીર સોમનાથ જિલ્લામાંથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પ્રાપ્ત થયા છે.

તા.૨૪-૧૨-૨૦૨૧ થી તા.૨૬-૧૨-૨૦૨૧ દરમિયાન સોમનાથ ડી.એલ.એલ.એસ. એકેડમી, કોડીનાર ખાતે યોજાનાર આ સ્પર્ધમાં ભાગ લેવા માટે ગીર સોમનાથ જિલ્લાની શાળાઓએ તા.૨૦ ડિસેમ્બર સુધીમાં dsogirsomnath17@gmail.com પર ઈ-મેલ પર એન્ટ્રી મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે અશ્વીનભાઇ સોલંકી મો.૯૯૦૪૧-૮૫૭૨૭, જશરાજભાઇ દાહીમાં મો. ૯૦૩૩૨-૪૪૪૧૮ અને હેતલબેન ઝાલા મો. ૭૮૭૪૭-૧૦૫૩૭નો સંપર્ક કરવા માટે જિલ્લા રમત ગમત અધિકારી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયુ છે

Related posts

Leave a Comment