ગુજરાત ઔષધીય બોર્ડ ગાંધીનગર અને હરિભૂજલ વિકાસ મંડળ ના સંયુક્ત ઉપક્રમે આશ્રમશાળા મા ઔષધીય વનસ્પતિ નુ વાવેતર

હિન્દ ન્યૂઝ, નર્મદા,

ગુજરાત આૈષધિય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર અને હરિભૂજલ વિકાસ મંડળ ગોધર તા.સંતરામપુર, જી.મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે ડેડીયાપાડા તાલુકા ની વિવિધ આશ્રમશાળા મા ઔષધીય વનસ્પતિ નુ વાવેતર કરવામાં આવ્યું. શ્રી હરિભૂજલ વિકાસ મંડળ ના પ્રતિનિધિ પટેલ માનસીબેન મણિલાલ ની ટીમ દ્વારા શાળાઓમાં ઔષધીય વનસ્પતિ જેવી કે આંબળા, અરડૂસી, તુલસી, શતાવરી, જીવંતિ, સરગવો, પાનકૂટી, બ્રહ્મમી, કૂવરપાઠુ જેવી વનસ્પતિનુ વાવેતર ગુજરાત ઔષધીય બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ હરિભૂજલ વિકાસ મંડળ ના કર્મયોગી હરેશભાઈ ની હાજરી માં કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા

Related posts

Leave a Comment