ડભોઇ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ 

હિન્દ ન્યૂઝ, ડભોઇ

હાલમાં જ્યારે ટૂંકા સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થનાર છે અને હવામાન વિભાગ દ્વારા 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગાહી કરવામાં આવી છે. તે બાબતને ધ્યાનમાં રાખી ડભોઇ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.
    ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરની સુચના અને માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓની ટીમ બનાવી ડભોઇ નગરના નીચાણવાળા વિસ્તારો તેમજ ડભોઇ નગરમાં આવેલ વરસાદી કાંસના વિસ્તારોમાં સાફ સફાઇ કરી પ્રિમોન્સુનની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી હાથ ધરવામાં આવી છે .આ કામગીરી અંતર્ગત વરસાદી કાંસમાં રહેલા ઝાંડી ઝાખરા અને કાંસમાં રહેલો કચરો દૂર કરવાની કામગીરી જેસીબીની મદદ દ્વારા હાથ ધરવામાં આવી છે.ડભોઇ નગરના નીચાણવાળા વિસ્તારોમાંથી ઝડપથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તે બાબતને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોમાં પણ આ કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરી અંતર્ગત હાઈવેની બાજુમાં આવેલા વરસાદી કાંસની પણ સાફ સફાઇ કરવામાં આવી રહી છે .જેથી સોસાયટીના વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થાય નહીં. આમ ડભોઈ નગર પાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઇ છે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

 

Related posts

Leave a Comment