કોરોનાવાયરસની મહામારીના કારણે ડભોઇ એસ.ટી ડેપોની આવકને મોટો ફટકો

હિન્દ ન્યૂઝ, ડભોઇ 

છેલ્લા ધણા સમયથી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. જેમાં હાલમાં કોરોનાવાયરસની ભયંકર બીજી લહેરની મોટી અસર ડભોઇ એસ.ટી ડેપોની આવક ઉપર પડેલ છે. ડભોઇ એસ.ટી.ડેપોમાં હાલમાં ફક્ત ૨૭ શિડ્યુલ ચલાવવામાં આવે છે આ પહેલા (૫૨) જેટલા શિડયુલ ચાલાવવામાં આવતાં હતા. કોરોનાવાયરસની મહામારીની આ બીજી લહેરના કારણે એસ.ટી બસો ખાલી જાય છે અને કેટલાક શિડયુઅલ બંધ પણ કરવામાં આવ્યા છે. જેના કારણે એસટીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલમાં એસટી ડેપોની દરરોજની આવક ફક્ત દોઢ લાખ રૂપિયાની આસપાસ થાય છે. જે અગાઉના સમય ગાળામાં પાંચ લાખ જેટલી હતી એટલે કે ડભોઇ એસ.ટી ડેપોની આવકમાં ૭૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આની પાછળનું મુખ્ય કારણ શિડયુલ બંધ થયા છે તે અને મુસાફરો પૂરતા પ્રમાણમાં મળતાં નથી. ગુજરાત સરકાર દ્વારા ૩૬ શહેરોમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રાત્રિ કરફ્યુ અમલમાં રાખવામાં આવેલ છે. આ ૩૬ શહેરોમાં વડોદરાનો મુખ્ય સમાવેશ થતો હોવાથી આની સીધી અસર ડભોઇ એસ.ટી ડેપો ઉપર પણ પડેલ છે. કારણકે નોકરીયાત વર્ગ કે જે અલગ અલગ શિડ્યુલ માં નોકરી જતો હોય છે. રાત્રિના વડોદરા શહેરમાં કરફયુ હોવાથી નોકરિયાત વર્ગના મુસાફરો હાલમાં બંધ થયેલ છે. જેની સીધી અસર ડભોઇ એસ.ટી ડેપોની આવક ઉપર થયેલ છે. સાંજના સમયે ડભોઇ થી વડોદરા ની બસ બંધ કરવામાં આવેલ છે અને વડોદરાના ધણા બધા શિડયુલ બંધ થતાં આવકમાં ઘટાડો થયો છે. જો વડોદરા શહેરમાં કર્ફ્યુ હટાવી લેવામાં આવે તો ડભોઇ એસટી ડેપોની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment