વેરાવળ ખાતે થશે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન તા.૧૩/૧૨/૨૦૨૩ના રોજ સેંટ મેરી હાઇસ્કુલ, પ્રભાસ પાટણ ખાતે સવારે ૦૯:૩૦ કલાકે યોજાશે.

જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા,સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત,લોકગીત/ ભજન , તબલા, હાર્મોનિયમ (હળવું) વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહીતી માટે અશ્વિનભાઇ કે. સોલંકી પ્રાંત યુવા વિકાસ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃ્ત્તિઓની, ગીર સોમનાથનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment