ભારતભરમાંથી ગરબાને વિશ્વ સાંસ્કૃતિક ધરોહરમાં નામાંકન થતા તેની જીલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

        ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે અને આ યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણીને, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ આ સીમા ચિન્હ ઉપલબ્ધિને ઉજવવા માટે ‘ગરબા’ ઈવેન્ટનું ક્યુરેટનું આયોજન જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જીલ્લાના સ્થાનિક સમુદાયો અને સંબંધિત સાંસ્કૃતિક સંસ્થાઓને સામેલ કરીને ગરબા રમવા માટે આયોજન કરવામાં આવેલ છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ સમગ્ર કાર્યક્રમનું સાંજે 6:00 PM થી 9 PM કલાકે બોત્સ્વાના ખાતેથી લાઇવ વેબકાસ્ટ કરવામાં આવનાર છે. 

       આ ઉજવણીના ભાગ રૂપે છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબાનો કાર્યક્રમ તા.૬ ડીસેમ્બરના રોજ સાંજે ૫:૦૦ કલાકથી ૯.૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માટે આ એક સિદ્ધિ હોઈ તેની ઉજવણી કરવા માટે છોટાઉદેપુર જીલ્લાના તમામ ગરબા-ખૈલેયાઓ અને જીલ્લાના તમામ જનતાને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે.

Related posts

Leave a Comment