જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરિક્ષણ શિબિર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ADIP સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને એલીમ્કોના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઈઝડ ટ્રાઈસીકલ, કેલીપર, વ્હીલચેર, ટ્રાયસીકલ, બગલ ઘોડી, એમ.આર.કીટ, સી.

પી.ચેર, સ્માર્ટ ફોન, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કિટ, કાનના મશીન, કૃત્રિમ હાથ-પગ, વિગેરે જેવા સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવા બાબતના કેમ્પનું આયોજન તા.૧૧/૧૨/૨૦૨૩ થી તા.૧૬/૧૨/૨૦૨૩ સુધી સવારના ૧૦.૦૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુધી નીચે મુજબના સ્થળોએ રાખવામાં આવેલ છે. જેથી છોટાઉદેપુર જિલ્લાના નીચે મુજબના સ્થળો પર દિવ્યાંગજનોને સદર એસેસમેન્ટ કેમ્પમાં બહોળી માત્રામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. 

એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનોએ એસેસમેન્ટ કરાવવા માટે જણાવેલા દસ્તાવેજોની કોપી લાવવા જણાવવામાં આવેલ છે. દિવ્યાંગતા પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ૪૦ ટકા કે તેથી વધુની દિવ્યાંગતાનું પ્રમાણપત્ર), આવકનો દાખલો/બી.પી.એલ. યાદીનો દાખલો(વાર્ષિક આવક ૨,૭૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ તેમજ આવકનો દાખલો તલાટી / મામલતદાર / ધારાસભ્ય / સાંસદસભ્ય /સરપંચ દ્વારા આપવામાં આવેલ હોવો જોઈએ), રહેઠાણનો પુરાવો (ચૂંટણી કાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ/ આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા, તેમજ રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

Related posts

Leave a Comment