દિયોદર ના ખેડૂતોએ અને ખેડૂત ક્રાંતિ યુનિય સાથે UGVCL કંપનીની વીજ બિલની બેવડી નીતિ સામે પ્રાંત અધિકારી દિયોદર ને આવેદન પત્ર પાઠવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર

UGVCL કંપની દ્વારા ખેડૂતોને બોરવેલ ના વીજ બિલમાં બેવડી નીતિ થી ખેડૂતો સાથે અન્યાય ને લઈને દિયોદર ના ખેડતો અને ખેડૂત ક્રાંતિ યુનિય દ્વારા દિયોદર પ્રાંત અધિકારી એમકે દેસાઇને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાતના ખેડૂતો સાથે વીજ કંપની UGVCL દ્વારા ખેડૂતોને એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ રાહત ૨૦ રૂપિયા પ્રતિ હોર્સ પાવર ને લઈ ખોટો વીજ બિલ આપતા હોવાને લઈને UGVCL કંપની દ્વારા ખેડૂતો સાથે બેવડી નીતિ બંધ કરી-એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ માંથી મુક્તિ આપવા સરકાર અને UGVCL કંપની સામે આવેદન પત્ર આપ્યું હતું.

ગુજરાત સરકાર ની ઊર્જા વિભાગ દ્વારા અને UGVCL કંપની દ્વારા ખેડૂતોને બોરવેલ માટે મીટર વાળા વીજ બિલ, અને ફિક્સ રેટ વાળા બોરવેલ ના બિલમાં વિસંગતા જોવા મળી રહી છે, ફિક્સ રેટ ચાર્જ વાળા બોરવેલ ના ખેડૂતોને બે મહિને વીજ બિલ આપવામાં આવે છે, જ્યારે મીટર બોરવેલ વાળા ખેડૂતો ને દર માસિક વીજ બિલ ચૂકવવા પડે છે. ત્યારે મીટર બોરવેલ બિલમાં એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ ૨૦ /-પ્રતિ હોર્સ પ્રમાણે વસૂલી રહ્યા છે જે માફ કરવા અને બંધ કરવા રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતું.

મહત્વનું છે કે વીજ વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો પાસેથી બે પ્રકારથી બોરવેલ વીજ બિલ આપવામાં આવે છે. (1) ફ્લેટ રેટ (2) મીટર રિડીંગ દ્વારા ફ્લેટ રેટ બોરવેલ મા ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ જેવા ટોટલ ચાર્જ લગાવી 2 મહિના ના ફિક્સ સ્વરૂપે વસુલવામાં આવે છે. તો જ્યારે મીટર વાળા બોરવેલ મા ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ સાથે ખેડૂતો પાસેથી માસિક બિલ વસુલવામાં આવે છે. ફલેટ રેટ બોરવેલ વસૂલવામાં આવતા વાર્ષિક બિલ ૬૦ HP 60×665 ભાગ =૩૯૯૦૦ /-જ્યારે મીટર બોરવેલ મા વાર્ષિક બિલ પેટે ફિક્સ ભાડું 60 HP x 20 માસિક =1200×1 વર્ષ =૧૪૪૦૦, ૧ દિવસના ૪૦૦ યૂનિટ x ૩૬૫ દિવસ = 146000 યૂનિટ x 0.૬૦ =૮૭૬૦૦ /-=1,02000/-

જે બોરવેલ મા વિસંગતા જોવા મળે છે જે વીજ ચાર્જ મા રાહત આપવામાં આવે સાથે 20/- પ્રતિ હોર્સ પાવર પ્રમાણે વસુલ કરવામાં આવે છે જે માંથી મુક્તિ મેળવવા ખેડૂતો રજૂઆત કરી પ્રાંત અધિકારી દિયોદર આવેદન પત્ર આપ્યું હતું. ટૂંક સમયમાં સરકાર અને વીજ કંપની ખેડૂતોને રાહત આપે અન્યથા આવનારા ટૂંક સમયમાં ગુજરાત ભરના ખેડૂતો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે..

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment