દિયોદરના ધ્રાન્ડવડા ગામે સામાન્ય બોલાચાલી મા સામ સામે હુમલો, બે રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે

હિન્દ ન્યુઝ, દિયોદર

    દિયોદર તાલુકાનાના ધ્રાન્વડા ગામે સામાન્ય બોલાચાલી મા એક બીજા સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ગામના બન્ને યુવકોને ખાનગી વાહનમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવી સારવાર આપી હતી.

મળતી માહિતી મુજબ ગત સાંજે દિયોદર ના ધ્રાન્ડવડા ગામે મંદિરમાં દારૂપીને આવવાને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. જ્યાં બંને યુવકો સામસામે મારામારી કરતા બંને ઘવાયા હતા, જ્યાં યુવકોને માથાના ભાગે, પગે વાગતા ખાનગી વાહન દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં બંને યુવકો ને પરિવારે સારવાર આપી ઘર વાપસી કરવામાં આવી હતી. દિયોદર ના મંદિરમાં કામકરતાં રમેશભાઈ ઠાકોર સાથે ચંદુભાઈ ઠાકોર કોઈ નશો કરી આવતા રમેશભાઈ એ મંદિરમાં પ્રવેશ માટે ના પાડતા મામલો ગરમાયો, જ્યાં એકબીજા સાથે સામાન્ય બોલાચાલી મા ઉગ્ર બનતા મારા મારી કરતા બન્ને યુવકો સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment