મોરબી તાલુકાના જુના મકનસર ગામ નજીક પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂના ચપલા સાથે એક શખ્સની અટકાયત

હિન્દ ન્યૂઝ, મોરબી

    મોરબી તાલુકાના જુના મકનસર ગામ નજીક ગઈકાલે તા. 27ના રોજ જુના મકનસર જવાના રસ્તે સંજયભાઇ સાધાભાઇ સવસેટા (ઉ.વ. 23)ને આધાર વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ચપલા 5 નંગ (કિં.રૂ. 500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સંજયભાઇ પાસેથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. તેમજ આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. 

બ્યુરોચીફ (મોરબી) : ખોડાભાઈ  પાંચીયા

Related posts

Leave a Comment