લાલપુર ખાતે આવેલ જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

 જામનગર જિલ્લામાં લાલપુર તાલુકા ખાતે આવેલ શ્રી જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને લાલપુર પ્રાંત અધિકારી એસ.જે.અશવાર દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં મંડળીના નામ, સરનામાં, રજિસ્ટ્રેશન તારીખ અને મત આપવા માટે અધિકૃત પ્રતિનિધિના નામ બાબત કોઈએ દાવા વાંધા હોય તો તા.૬-૧-૨૦૨૪ સુધીમાં લાલપુર પ્રાંત અધિકારી કચેરી ખાતે રૂબરૂમાં અથવા ટપાલથી રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહી. તા.૧૧-૧-૨૦૨૪ દાવા-વાંધાઓના નિકાલની આખરી તારીખ તથા ૧૫-૧-૨૦૨૪ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. તેમ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

Related posts

Leave a Comment