હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભ પહોંચાડવામાં આવ્યા હતાં અને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આસપાસના ૩૧ ગામો આવરી લઈ વિવિધ વિભાગની કામગીરી લાભ સ્થળ ઉપર લોકોને મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોડીનાર ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ઉના પ્રાંત અધિકારી ચિરાગભાઈ હિરવાણીયા, તાલુકા પંચાયત કોડીનાર પ્રમુખ જીતુભાઈ પરમાર, અગ્રણી ભગુભાઈ પરમાર, યુનિયન બેન્કના ચેરમેન તથા સુગર ફેક્ટરી કોડીનારના ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા, જિલ્લા પંચાયતના સર્વે સભ્યો હરિભાઈ જાદવ, અમુભાઈ વાંઝા સહિત તાલુકા પંચાયતના સર્વે સભ્યો સુનિલભાઈ રાઠોડ, વિશાલભાઈ ગાધે, મામલતદાર રાદડીયા, તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા તથા ડોળાસાના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.